હાલ માં ભાજપે જાણે કોંગ્રેસ મુક્ત અભિયાન ઉપાડ્યું હોય તેમ કોંગ્રેસીઓ ને પૈસા આપીને તેઓના કદ મુજબ ખરીદી રહ્યા છે ત્યારે હવે શીન એવો છે કે સમગ્ર દેશ માં હવે કોંગ્રેસ નું અસ્તીત્વ ખતરામાં મુકાયું છે,ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ ની સ્થિતિ વિખવાદ ભરેલી અને જૂથબંધીમાં સપડાયેલી છે અને આ બધા વચ્ચે રાજકારણ ના પાસા નહિ જાણતા પાટીદાર આંદોલન ના વિવાદાસ્પદ હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવી દેવામાં આવતાં ગુજરાત કોંગ્રેસના પીઢ અને પ્રમાણિક આગેવાનો અને કાર્યકરોમાં એક નારાજગી નો માહોલ જોવા મળી રહ્યો છે.
કહેવાય છે કે ગુજરાત કોંગ્રેસ ના પાયા ના કહી શકાય તેવા જુના જોગીઓ ને અવગણીને અમદાવાદની એક હોટેલમાં દિલ્હીથી આવેલા કોંગ્રેસના નેતાઓની એક ગુપ્ત મિટિંગ માં હાર્દિક પટેલને રાતોરાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાકાર્યકારી પ્રમુખ બનાવી દેવાની ઘટના ની પ્રેસનોટ રિલીઝ થતાજ કોંગ્રેસીઓ ચોંકી ઉઠ્યા હતા. લોકો માં મજાક નું સાધન બનેલા હાર્દિકને કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ બનાવવાનો કોંગ્રેસ હાઇકમાન્ડ નો આ નિર્ણય બહુધા કોંગ્રેસીઓ ને ગમ્યો નથી કારણકે વર્ષોથી તપ ધરનાર મૂળ કોંગ્રેસીઓ ને હવે આજકાલ ના નવો છોકરડો કહે તેમ કરવાનું ઇન્સલ્ટ ફિલ થાય તેવું લાગે તેવી વાત ચર્ચામાં છે.
હકીકત તો એ છેકે ગુજરાત કોંગ્રેસના મોટાભાગના કાર્યકરો હાર્દિક પટેલને નેતા તરીકે સ્વીકારવા તૈયાર નથી અને આવતી ચૂંટણીઓમાં તેની અસરો જોવા મળે તો નવાઈ પામવા જેવું નથી. હાલ તો કોંગી રાહુલ ગાંધી અને હાર્દીક ને લઈ લોકો જાતજાત ની કોમેન્ટ કરી મજા લઈ રહ્યા છે અને ટીખળ કરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસ ના અસ્તીત્વ સામે સવાલો ઉઠી રહયા છે.
