ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા અંગે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક માં શાળાઓ ખોલવા અંગે ગાઈડલાઈન નક્કી કરવામાં આવી હતી જેમાં તા.23 નવેસરથી રાજ્ય ની તમામ શાળાઓ ચાલુ થશે અને મંગળ, ગુરૂ અને શનિવારે ધો.9 અને ધો.11 ના વિદ્યાર્થીઓ તથા સોમ,બુધ અને શુક્રવારે ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓ ને માસ્ક સાથે શાળામાં જવાનું રહેશે. જોકે, આ માટે વાલીઓ ની ફરજીયાત લેખિત માં પરમિશન લેવાની રહેશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ કલાસ માં જોડાવા માંગતા ન હોય તેવા ઓનલાઈન કલાસ ફરજિયાત કરવાના રહેશે. શાળા માં સંક્રમિત વિદ્યાર્થી કે કર્મચારી ન પ્રવેશે તેની જવાબદારી સત્તાધારી ની રહેશે સાથેજ જે વિસ્તાર કન્ટેઈન મેન્ટ ઝોન માં આવતો હોય તેવા વિસ્તારમાં શાળાઓ ખોલી શકાશે નહીં અને આ શાળામાં કર્મચારીઓ કે બાળકો સ્કૂલે જઈ શકશે નહીં.
