જનતા માટે વધુ એક મોટો આર્થિક ઝટકો મળે તેમ હોવાનું મનાય રહ્યું છે કેમકે કેન્દ્ર સરકાર ફરી એકવાર પેટ્રોલ- ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી વધારે તેવી શક્યતાઓ છે. મીડિયા રિપોટ્સ માં જણાવાયુ છે કે સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 6 – 6 નો વધારો કરી શકે છે. અગાઉ સરકારે મે દરમિયાન પેટ્રોલ પર પ્રતિ લિટર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી માં વધારો કરવાની જાહેરાત થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 2014 માં, પેટ્રોલ પર કુલ લિટર દીઠ રૂ .9.48 અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર હતો. તે પછી આજદિન સુધી પેટ્રોલ પરનો ટેક્સ વધીને 32.98 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે અને ડીઝલ પરનો ટેક્સ 31.83 રૂપિયા પ્રતિ લિટર છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર જનતા ને કોરોના માં પણ રાહત આપતી નથી જેથી ગ્રાહકોને સસ્તા ક્રૂડનો લાભ મળી રહ્યો નથી, વૈશ્વિક બજારોમાં જ્યારે કે ક્રુડ ના ભાવ હાલ નીચા છે ત્યારે સતત ડયુટી વધારાને કારણે દેશના લોકોને આ સસ્તા ક્રુડ નો લાભ મળી શકતો નથી અને ઉપર થી સતત મોંઘવારી વધતી જઇ રહી છે આમ કોરોના માં બરબાદ થઇ ગયેલી જનતા ને વધુ એક મોટો ફટકો પડે તેમ મનાઈ રહ્યું છે, ઘણા લોકો એવું માની રહ્યા છે કે પોતાનું તો વાહન જ નથી તેથી તેને કોઈ ફરક નહિ પડે પણ એવું નથી ડીઝલ માં ભાવ વધતા દુકાન માં મળતી તમામ ચીજ વસ્તુઓ ના પરિવહન નો પણ ચાર્જ વધે છે જેથી અનાજ ,તેલ,દૂધ, શાકભાજી વગરે જીવન જરૂરુયાત ની ચીજ વસ્તુઓ ના ભાવો પણ એટલાજ વધી જાય છે.
