રાજ્ય માં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી અંગે ભાજપની પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક આજે મળવા જઇ રહી છે અને તે માટે સવાર થીજ અહીં તૈયારીઓ શરૂ થઈ છે અહીં ભારે ઉત્સુકતા જણાઈ રહી છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા તેમજ પેટાચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ સહિતના પદાધિકારીઓ હાજર રહેશે.
