કોરોના ની મહામારી માં લોકડાઉન સમયે સરકારે જરૂરિયાત મંદો ને અનાજ આપ્યા બાદ ફરી એક વખત મુખ્યમંત્રી CM રૂપાણીએ 10 લાખ પરિવારોને અનાજ આપવાની જાહેરાત કરી છે. હવે ફરી રાજ્યના વધુ 10 લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવા સરકારે જાહેરાત કરી છે. તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ આ અનાજ વિતરણનો લાભ અપાશે.
NFSAમાં સમાવિષ્ટ ન હોય તેવા BPL પરિવારોને પણ હવે ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત લાભ મળશે. આ ઉપરાંત રાજ્યના તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ આ અનાજ વિતરણનો લાભ અપાશે. શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મીની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
જોકે, સરકારી અનાજ યોજના માં ખુબજ મોટાપાયે ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો હોવાથી કેટલાક ચોક્કસ તત્વો ને આવી જાહેરાત બાદ ઘી કેળા થઈ જાય છે અને આ લાઇન માં ખુબજ જામી ગયેલા લોકો અડીંગો જમાવી ને બેઠા હોવાથી બદી પ્રસરી છે. તાજેતરમાં જ વલસાડ ના પારડી માં સરકારી અનાજ નો મોટો જથ્થો પકડાયો તે આ વાત નો બોલતો પુરાવો છે.
