ગુજરાત સરકારે રાજ્યની પાંજરાપોળ માટે ખુબજ સરાહનીય અને મોટો નિર્ણય લીધો છે જેને લઈ
પાજરાપોળો સ્વાવલંબી બની શકશે.
પાંજરાપોળો ઘાસચારાનું ઉત્પાદન પણ કરી શકે તે માટે ની યોજના પણ અમલ માં મુકાશે.
વિગતો મુજબ રાજ્યની પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય લીધો છે. પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા નિર્ણય લેવાયો છે. પાંજરાપોળો ઘાસચારાનું ઉત્પાદન કરી શકે તે માટે આ યોજનાઓ છે.
સરકાર હવે પાંજરાપોળોને ટ્યુબવેલ બનાવવા સરકાર સહાય આપશે ઉપરાંત સોલાર ઇલેક્ટ્રીક પેનલ , ઇરીગેશન સિસ્ટમ માટે સહાય તથા
ટ્યુબવેલ માટે રૂ.10 લાખ સુધીની સહાય અપાશે
1 થી 10 હેક્ટર જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળને સહાય મળશે
સોલર ઇલેક્ટ્રિક પેનલ માટે રૂ.8 લાખની મર્યાદામાં સહાય અપાશે તેમજ ચાફકટર માટે રૂ.1.25 લાખ સુધીની સહાય ,ગ્રીન ફોડર બેલર માટે મહત્તમ રૂ.3.50 લાખ સહાય જોકે 4-10 હેક્ટર જમીન ધરાવતી પાંજરાપોળને સહાય મળશે.
સ્પ્રિન્કલર ઈરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ પાંચ લાખ સહાય
રેઈન ગન ઈરિગેશન સિસ્ટમ માટે 35 હજારથી 1.05 લાખની સહાય આપવા સરકાર તરફ થી જાહેરાત થતા પાંજરાપોળ ચલાવતા દાતાઓ ને રાહત થઈ છે.
