ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી કાનૂની પ્રક્રિયા વખતે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રાજ્યપાલને લેખિતમાં પત્ર લખીને રજૂઆત કરી છે.
હાઇકોર્ટમાં અંગ્રેજીની સાથે સાથે માતૃ ભાષા ગુજરાતીનો જો ઉપયોગ કરવા દેવામાં આવે તો રાજયની 7 કરોડ પ્રજાને ઝડપી અને સસ્તો ન્યાય મળી શકે તેમ છે.
નીચલી કોર્ટ એટલે કે, ટ્રાયલ કોર્ટમાં કેસ લડતા વકીલ તે કેસની સંપૂર્ણ વિગતોથી વાકેફ હોવાથી પક્ષકારોને હાઈકોર્ટમાં અન્ય બીજા કોઇ વકીલ રોકવા નહીં પડે.
બાર કાઉન્સિલની સામાન્ય સભામાં હાઇકોર્ટમાં અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ શરૂ કરવા રાજ્યપાલને રજૂઆત કરવા માટે સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. રાજ્યપાલને લખેલા પત્રમાં માતૃભાષાના પ્રયોગથી લોકોને લાભ થઈ શકે તેમ હોવાની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.