કચ્છના જખૌ બંદરે 8 મહીના અગાઉ ઝડપાયેલા રૂ.200 કરોડના હેરોઇન કેસમાં ગુજરાત એટીએસ દ્વારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈની ધરપકડ કરી હતી જેના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને ફરી નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
જેના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને ફરી નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
રિમાન્ડ દરમ્યાન ઘણી ચોંકાવનારી માહિતી મળી હોવાનું કહેવાય છે પણ ગોપનીયતાને ધ્યાને લઈ એટીએસ દ્વારા વિગતો જાહેર કરવામાં આવી નથી.
અગાઉ ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈને 25 એપ્રિલના ગુજરાત એટીએસ દ્વારા નલિયા કોર્ટમાં ફર્સ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એમ.શુક્લા સમક્ષ રજુ કરાયો હતો.