રાજ્ય માં કોરોના ની મહામારી ફેલાયેલી છે ત્યારે કોરોના જેવાજ લક્ષણો ધરાવતા બ્યુસેલા નામના રોગે રાજકોટ ના ગોંડલ માં દેખા દીધી છે શરદી-ખાંસી જેવા લક્ષણો ધરાવતા આ રોગ ના લક્ષણો એક બાળક માં જોવા મળ્યા હતા જે કાચૂ દૂધ પીતા બાળકોમાં આ રોગ જોવા મળતો હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું છે. ગોંડલમાં રહેતા ૭ વર્ષના બાળકને તાવ, શરદીના લક્ષણો જોવા મળ્યા હતા બાળકનું નિદાન કરવા છતા પણ તાવ-શરદી મટતા ન હતા આથી આ બાળકના લોહીનું સેમ્પલ લઇ લોહીના સેમ્પલને રાજકોટ મેડિકલ કોલેજમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવતા ૧૫ દિવસના રિસર્ચ બાદ બાળકને બ્યુસેલા નામના રોગના લક્ષણો હોવાનું માલૂમ પડતા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમ ગોંડલ દોડી ગઈ હતી.આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, આ રોગ ઢોરના બેકટેરીયાથી ફેલાય છે. દૂધાળા ઢોરનું કાચૂ દૂધ પિવાના કારણે બાળકો જ આ રોગનો શિકાર બનતા હોય છે.
આ રોગ માં કોરોના જેવા જ તાવ-શરદીના લક્ષણો જોવા મળે છે.૧૦,૦૦૦ કેસમાંથી એકાદ કેસ જ મળે છે પરંતુ રાહત ની વાત એ છે કે આ રોગ કોરોના જેવો જીવલેણ પણ નથી અને ચેપી પણ હોતો નથી.
રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં આ ત્રીજો કેસ જોવા મળ્યો છે. અગાઉ પણ ગોંડલ પંથકમાં જ કેસ મળ્યો હતો. બેકટેરીયાના કારણે રોગ થાય છે. આમ કોરોના જેવા લક્ષણો હોય ડોકટરો ને પ્રાથમિક કોરોના જેવું લાગે છે પણ લેબ માં પૃષ્ટી બાદ ખ્યાલ આવતો હોય છે.