સુરતમાં ભાજપના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયેલા આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી દરમિયાન આપના મહામંત્રી અને યુવા પ્રમુખને માર મારવા મુદ્દે આજે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ યોજીને માર મારનાર ભાજપના જ કાર્યકરો હોવાનો પુરાવો રજૂ કર્યો હતો.
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં પાલિકાના માર્શલોએ બેફામ માર માર્યો, મહિલાઓના કપડાં ફાડી નાખ્યા હતા. કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાનું ગળું દબાવ્યું અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આટલી હદે ભાજપની દાદાગીરી સામે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉધના ખાતે આવેલા ભાજપના કાર્યલયે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે ભાજપના કાર્યાલયમાં હાજર ગુંડાઓએ પોતાના ઉપર હુમલો કર્યો હતો જે કોણ કોણ છે તેનો પુરાવો અહીં રજૂ કરવામાં આવે છે તેમ કહી સુભાસ નાવડીયા,દિવ્યેશ કાત્રોડીયા,ભાવિન ટોપીવાલા,પ્રવીણ પાટીલ વગેરેએ ગુંડાગીરી કરી હોવાનું ઇટાલિયા એ જણાવ્યું હતું.