ઘોર કળિયુગ ની શરૂઆત થઈ ગઈ છે હવે એવા બનાવો સામે આવી રહ્યા છે જે સાંભળી આપણી સંસ્કૃતિ નો જાણે નાશ થઈ રહયા નું પ્રતિત થઈ રહ્યુ છે.
કચ્છ ના ભચાઉ તાલુકાના નવાવાસમાં સગા ભાઈએ પોતાની જ સગીરવય ની નાની બહેનને મોબાઇલની લાલચ આપી સતત 10 મહિના સુધી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી નાખતા સગા ભાઈ થકી સગીર બહેને પુત્રીને જન્મ આપતા ચકચાર મચી ગઇ છે. આ ચકચારી બનાવમાં માતાપિતા પડી ભાંગ્યા હતા અને આખરે માતાપિતા એ પોતાના સગા પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના નવાવાસ વિસ્તારમાં રહેતી એક 16 વર્ષીય પુત્રીના પેટમાં અચાનક દુખાવો ઊપડતાં તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને 9 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાથી ચોંકી ઊઠેલા પરિવારે સગીરા ને પૂછતાં તેને પોતાના બાળક નો પિતા સગો ભાઈ હોવાની કેફિયત આપતા પરિવાર ના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી બીજી તરફ દુઃખાવો વધતા તાત્કાલિક સગીરાને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી, જ્યાં તેણે પુત્રીને જન્મ આપ્યો હતો.
આ બનાવ અંગે સગીરાના પિતા દ્વારા ભચાઉ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. એ બાદ પોલીસ તપાસમાં સગીરાના સગા ભાઈએ 10 મહિના પહેલાથી મોબાઈલ લઈ આપવાની લાલચ આપી ઘરમાં કોઈ ન હોય ત્યારે સગીરાની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે.