ચીન દ્વારા છેતરી ને ભારતીય જવાનો ઉપર હુમલો કરતા 20 જવાનો શહીદ થયા છે આ ઘટનાને લઈ દેશભરમાં આક્રોશ ફેલાઈ ગયો છે અને ઠેરઠેર દેખાવો યોજી ચીન ની ચીજ વસ્તુઓ ની હોળી કરી હતી. ભારતીય વેપારીઓએ પણ લદ્દાખમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર કરાયેલા હુમલાની ટીકા કરી ચાઇનીઝ પ્રોડક્ટના બહિષ્કારનો નિર્ણય લીધો છે.
ગુજરાત ના અમદાવાદ શહેરના વેપારી એસોસિએશને ગ્રાહકોને ચીનનો બહિષ્કાર કરવા અને ભારતીય વસ્તુઓની ખરીદી માટે આગ્રહ રાખવા નિર્ણય કર્યો છે. વેપારી એસો.ના અગ્રણી આશિષ ઝવેરીએ કહ્યું કે,હવે થી ચીનથી 13 અબજ ડોલરની આયાત ઘટાડવા નો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના ચેરમેન મહેન્દ્ર શાહે કહ્યું કે, ચીનની આયાત થયેલી 3 હજાર વસ્તુઓ છે, જેનો તબક્કાવાર ટ્રેડર્સ દ્વારા બહિષ્કાર કરીને 2021 સુધીમાં ચીની ઉત્પાદનની થતી રૂ. 13 અબજ ડોલરની આયાત ઘટાડવાનો લક્ષ્યાંક છે. ટ્રેડર્સે 500 વસ્તુની યાદી જાહેર કરી છે.
અમદાવાદ વેપારી મહાજનના પ્રમુખ હર્ષદ ગીલેટવાળાએ જણાવ્યું કે, ભારતની પ્રોડક્ટ વેચવા માટે દરેક વેપારીઓને જણાવી ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવા માટેની ઝુંબેશમાં અમદાવાદ શહેરના તમામ વેપારીઓ એકમંચ થયા છે.
મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતના જણાવ્યા અનુસાર ચીનથી આવતી તમામ કાપડને લગતી વસ્તુઓનો બહિષ્કાર કર્યો છે.
અમદાવાદ ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ નરેશ શર્માએ કહ્યું કે, ચીનનું કાપડ ભારતમાં આયાત કરવામાં આવે છે, તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. આપણા ભારતીય ઉદ્યોગકારોની ક્ષમતા એટલી બધી સારી છે કે તેઓ ચીન કરતાં સારી પ્રોડક્ટ બનાવી શકે છે ને નિકાસ પણ કરી શકશે.
હવે માત્ર ભારતીય વસ્તુઓ નુજ વેચાણ કરવા ઉપર ભાર મુકાયો હતો.
ટ્રોપિકલ ફિશ વેલફેર એસો.ના સેક્રેટરી વિરલ સોની, મોબાઇલ ડીલર એસો.ના અમદાવાદ પ્રેસિડન્ટ નિકુંજ પટેલ, ઇલેક્ટ્રોનિક એન્ડ ઇલેક્ટ્રિક એસો.ના પ્રમુખ ડોડવાણી ગુમાનમને કહ્યું કે, હવેથી તેઓ ભારતીય પ્રોડક્ટનું જ વેચાણ કરવા બધા એકમંચ ઉપર આવતા હવે ચીન ની પ્રોડક્ટ બંધ થશે.
ભારત સાથે દુશ્મની રાખનાર ચીન ને પાઠ ભણાવવા માટે ભારતીય જનતા માં જાગૃતિ આવતા હવે ચીન ની ચીજવસ્તુઓ નો બહિષ્કાર કરતા ભારત માં બનેલી સ્વદેશી પ્રોડક્ટ ની માંગ વધશે.
