કોરોના માં સરકારે લોકો ને ત્રણ મહિના ની રાહત આપવાની વાત કર્યા બાદ કોઈ જગ્યા એ રાહત મળી નથી અને હાલ માં કોરોના માં તૂટી ગયેલા લોકો ને ચૂસી લેવા પેટ્રોલ, ડીઝલ નો ભાવ વધારી દીધો છે ત્યારે બીજી તરફ લાઈટ બિલો ના આંકડા જોઈ લોકો ને ચક્કર આવી રહ્યા છે. સામાન્ય રીતે જે બિલો અગાઉ આવતા હતા તેનાથી બમણા બિલ ફટકારવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ત્યારે બીજી તરફ સબંધીતો એકજ કેસેટ વગાડી રહ્યા છે કે અમદાવાદ શહેરના ટોરેન્ટના રૂ.10.50 લાખ અને યુજીવીસીએલના 56 હજારથી વધુ કનેક્શનનું મહિને 200 યુનિટ સુધીનું વીજ બિલ આવ્યું હશે તો 100 યુનિટ માફ કરાશે. ટોરેન્ટમાં 27મી જૂન અને યુજીવીસીએલમાં 24મી જૂનથી બનનારા બિલમાં લોકોને લાભ મળવાનું શરૂ થશે.
ટોરેન્ટના પીઆરઓ એ મીડિયા ને જણાવ્યું કે, ગત 27મી જૂનથી બિલની ફાળવણી શરૂ થઇ છે. બિલની સાઇકલ મુજબ ગ્રાહકોને 100 યુનિટ અને ફિકસ્ડ ચાર્જનો એકવાર લાભ મળશે. આ અંગે યુજીવીસીએલના અધિકારીઓએ કહ્યું કે, મહિને ફિકસ્ડ ચાર્જમાં રૂ.15થી 45 સુધીનો લાભ
મળશે. ગત 24મી જૂનથી બિલની ફાળવણી થઇ છે. બિલની સાઇકલ હશે તે મુજબ ગ્રાહકોને લાભ મળશે.
જોકે બીજી તરફ અમદાવાદ ના ચાંદખેડામાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવેલા ફલેટમાં સામાન્ય દિવસો દરમિયાન પ્રતિ બે માસ એક હજારથી બે હજાર સુધીના બિલ આવે છે. તેના બદલે 5 હજારથી 16 હજાર સુધીના બિલ યુજીવીસીએલે ફટાકાર્યા હોવાનું સામે આવ્યું છે, જેથી રહીશોમાં રોષ ની લાગણી ફેલાઇ જવા પામી છે ,પરિણામે કોઈ સંકલન જેવું જણાતું નથી અને વાતો થાય તેવું કોઈ જગ્યા એ જણાતું નથી તેમજ રજુઆત નો કોઈ મતલબ જણાતો નથી.
