ચીનમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને લઈ હવે સરકાર પણ ભારે ચિંતામાં મુકાઈ ગઈ છે. ત્યારે આજરોજ નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચીનમાં ફસાયેલા ભારતીયોને પાછા વતન લાવવા માટે 2 ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરવા માટે જાહેરાત કરી છે અને જણાવ્યુ હતું કે સરકાર ચીન સાથે સતત સંપર્કમાં છે.
ચીનમાં જીવલેણ કોરોના વાયરસની પ્રકોપ વધતો જઈ રહ્યો છે. અત્યાર સુધી 213 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 9000 હજાર લોકોને ચેપ હોવાનો આંકડો સામે આવ્યો છે. ચીનના વુહાન શહેરમાં અંદાજે 700 લોકો હતા જ્યાંથી ભારતીયોની નીકાળવા માટે એરઈન્ડિયાની ફ્લાઈટ રવાના થઈ ચૂકી છે. એર ઈન્ડિયાના CMD અશ્વિની લોહાનીના જણાવ્યા પ્રમાણે, આજે ઓછામાં ઓછા 400 ભારતીયોને નીકાળવામાં આવશે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસને લઈને હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.
ત્યારે આજરોજ નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચીનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે એક મહત્વની સૂચના આપી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, ભારતીયોને પાછા લાવવા માટે ખાસ બે ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેઓને વહેલી તકે પાછા લાવવામાં આવશે.