સ્થાનિક સ્વરાજય ની ચુંટણીઓ અગાઉ ખેડાના મહુધામાં કોંગ્રેસ ગઢ માં ગાબડું પડ્યું છે અને 100થી વધુ કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાઇ જતા કોંગ્રેસ ને સામી ચુંટણીઓ એ મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના વહીવટથી નારાજ તમામ ભાજપમાં જોડાયા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
રાજ્ય માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે તો માઈક્રો લેવલથી પ્લાનિંગ શરૂ કરી દીધુ છે પણ કોંગ્રેસ માં કોઈ ઠેકાણા નથી અને કોંગ્રેસ નવી બેઠકો જીતે એના કરતા જે છે એ સાચવે તોય ઘણું એવી સ્થિતિ ઉભી થઇ છે. સરપંચો,ડે.સરપંચ,તા.પંચાયતના સભ્યોએ કોંગ્રેસમાંથી ફાડ્યો છેડો ફાડ્યો છે અને જયસિંહ ચૌહાણ,દેવુસિંહ ચૌહાણ, પંકજ દેસાઈ પોતાના સમર્થકો સાથે ભાજપ પ્રમુખની હાજરીમાં ભાજપ માં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય માં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 51 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાની ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાર છે ત્યારે પક્ષ પલટા ની મૌસમ શરૂ થઈ છે.
