વિધાનસભા ની પેટા ચુંટણીઓ આવી રહી છે ત્યારે ચુંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા કાર્યકારી પ્રમુખ ને પ્રમુખ બનાવી ચુંટણીઓ માં લાગી જવા રણનીતિ તૈયાર કરાઇ છે.
રાજ્ય ના રાજકોટ,ભાવનગર,ગીર સોમનાથ અને મહેસાણા શહેર માં કોંગ્રેસ દ્વારા ગતિવિધિઓ તેજ કરાઈ છે.
ભાવનગર શહેર અને રાજકોટ શહેરમાં કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા અનુક્રમ પ્રકાશ વાઘાણી અને અશોક ડાંગરને જવાબદારી સોંપાઇ છે. ગીર સોમનાથમાં અત્યાર સુધી પ્રમુખ તરીકે કાર્યરત ધારાસભ્ય ભગા બારડની જગ્યાએ મનસુખ બી.ગોહેલને જવાબદારી સોંપાય છે. ઉપરાંત મહેસાણામાં રાજેન્દ્ર દરબારને શહેર પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે.
કોંગ્રેસે પેટાચૂંટણી માટે પોતાના તરફ થી રણનીતિ બદલી છે છેલ્લા બેથી વધુ વર્ષથી કાર્યકારી પ્રમુખોથી સંગઠન ચાલતું હતુ. જોકે અન્ય જગ્યા એ પણ આ રીતે પ્રમુખ નિમવા માંગ ઉઠી છે જેથી ચુંટણીઓ સમયે યોગ્ય જવાબદારી સોંપી શકાય.
