ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહયું હતું કે ચૂંટણીઓ નજીક આવે એટલે ભરની પાર્ટીઓ ગુજરાતમાં સત્તા મેળવવા માટે સક્રિય થઈ જાય છે આ વખતે પણ એવુંજ થયું છે ‘જેમ ચોમાસામાં વરસાદ પડે અને દેડકા બહાર આવી જાય છે, તેમ પાર્ટીઓ આવી ગઇ છે’
આ એજ પાર્ટી છે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગાંધીનગરમાં મેયર બનાવવાના સપના જોતી હતી પણ આ પાર્ટીનો માત્ર એક જ ઉમેદવાર જીત્યો તે વાસ્તવિકતા હોવાછતાં આ પાર્ટી હવે ગુજરાતમાં સત્તા મેળવવાનાં સપનાં જોઇ રહી છે. પરંતુ, ગુજરાતની પ્રજા આવી પાર્ટીને સારી રીતે જાણે છે અને કઈ ઉપજવાનું નથી.
ગુજરાતમાં 5.50 લાખ સરકારી નોકરી છે, ત્યારે આ પાર્ટી 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાની વાતો કરી રહી છે. આવુ જુઠ્ઠું બોલનારા પહેલીવાર જોયા છે.
બીજું કે પાણી અને વીજળી મફત આપવાની શોધ કરનાર પાર્ટીને ગુજરાતની પ્રજા ઓળખી ગઇ છે. નર્મદાના નીરથી કચ્છના અને સૌરાષ્ટ્રના લોકોને 15 વર્ષ વંચિત રાખ્યા તેવા મેધા પાટકરને આમ આદમી પાર્ટીએ લોકસભાના ઉમેદવારબનાવ્યા હતા.
અર્બન નક્સલાઇઝ લોકોને પાર્ટી ટિકિટ આપે છે.
તેવા લોકોને ગુજરાતમાં પેંસવા ન દેવાય, આંખમાં તેલ નાંખીને જાગતા રહેજો.
વડોદરાની મુલાકાત દરમિયાન ભાજપા પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, જે પાર્ટી ભાડાના ટટ્ટુ રાખીને પ્રચાર કરાવી રહી છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. આવી પાર્ટીનું ગુજરાતમાં કોઇ સ્થાન નથી. જેથી લોકોને આંખમાં તેલ નાખીને જાગતા રહેવા સલાહ આપી હતી.