છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથામાજી કોંગ્રેસ પ્રમુખ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જતા અહીં કોંગ્રેસનું અચ્યુતમ થઈ ગયું છે.
છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉમેશ શાહ અને માજી પ્રમુખ યશપાલસિંહ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ જતા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડયું છે.
વિધાનસભાની ચુંટણી અગાઉ ભાજપે અહીં મોટું ગાબડું પાડ્યું છે.જેમાં 300થી વધુ કાર્યકરો સાથે આ કોંગ્રેસના મુખ્ય આગેવાનોજ ભાજપમાં જોડાઈ જતા અહીં કોંગ્રેસનું અચ્યુતમ થઈ ગયુ છે.
ભાજપે ચૂંટણી અગાઉજ બાજી મારી લીધી છે જેમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉમેશ શાહ તેમજ તેમના ભાઈ ભાભી અને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ યશપાલસિંહ ઠાકોર અને આશ્રમશાળાના ક્ષેત્રે જિલ્લામાં મોટું નામ ધરાવતા અનિરુદ્ધભાઈ પટેલ પણ ભાજપમાં જોડાઇ જતા હવે આ ગઢ ચૂંટણી અગાઉ જ ભાજપના હાથમાં જતો રહ્યો છે.