આમ આદમી પાર્ટી અને ભાજપે ગુજરાતમાં મતદારોને રીઝવવા પ્રયાસો ચાલુ કરતા હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર મેદાનમાં આવી ગયા છે અને તેઓએ દાવો કર્યો કે 2022માં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે.
ગુજરાતમાં મતદારોને રીઝવવા જગદીશ ઠાકોરે મોટી જાહેરાતો પણ કરી દીધી છે તેઓએ ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. જગદીશ ઠાકોરે જણાવ્યુ કે કોંગ્રેસ સત્તામાં આવશે તો રૂ. 3 લાખ સુધી ખેડૂતોનો દેવો માફ કરશે ખેડૂતોના પાકના પોષણક્ષમ ભાવ આપીશું તેમજ ખેડૂતોને 10 કલાક વિનામુલ્યે વીજળી આપવામાં આવશે. ગુજરાતમાં જમીન માપણીના નામે જે જમીન કૌભાંડ થયા છે એની માપણી રદ કરીને સાચી માપણી કરવાનું બાંયધરી આપીગુજરાતના દરેક તાલુકાઓમાં ખેડૂત સહાય કેન્દ્ર ઉભું કરીશું શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી પુરી પાડીશું, મોઘવારીને નિયંત્રણમાં લાવીશું.
જગદીશ ઠાકોરે આ રીતે ધડાધડ જાહેરાતો કરી દેતા રાજકારણમાં હલચલ મચી ગઇ હતી અને આમ આદમી પાર્ટીએ ફ્રીવીજળી,યુવાનોને રોજગાર,ખેડૂતોને સહાય જેવી મુખ્ય જાહેરાતો કર્યા બાદ હવે કોંગ્રેસ દ્વારા વીજળી,રોજગાર અને ખેડૂતોને રાહતો આપવાની જાહેરાતો કરવામાં આવી છે.
ત્યારે મતદારો માં પણ હાલ રાજકીય જાહેરાતો ચર્ચાનો વિષય બની છે.
આમ , રાજ્યમાં ભાજપ અને આમ આદમી બાદ હવે કોંગ્રેસે જીતનો દાવો ઝીંકી દીધો છે.