કોરોના ની સ્થિતિ માં જનતા ને કોઈ આવક ન હોવાથી એક તરફ પરેશાન છે અને નેતાઓ ટીવી માં માત્ર જાહેરાતો કરીને છૂટી ગયા અને બીજી તરફ રાહત ની રાહ જોઈ રહેલા લોકો ને પેટ્રોલ અને ડીઝલ માં ભાવ વધારો કરીને લોકો ની કમ્મર તોડી નાખી છે.લોકો માં સરકાર સામે આક્રોસ જોવા મળી રહયો છે અને પબ્લિક ત્રાહિમામ પોકારી ગયું છે.
દેશમાં શુક્રવારે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલ માં સતત ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે અનેએક લિટર પેટ્રોલ 57 અને ડીઝલ 59 પૈસા મોંઘુ થયું. છ દિવસમાં પેટ્રોલની કિંમત 3.31 અને ડીઝલની 3.42 રૂપિયા વધારી દેવામાં આવી છે સરકાર આ બાબતે કોઈ બહાનુ પણ કાઢી શકે તેમ નથી કારણ કે દુનિયાભરમાં ક્રૂડ ના ભાવો 66 ટકા થઈ તળિયે બેસી ગયા છે તેથી પેટ્રોલ અને ડીઝલ સાવ નીચે ગયા છે એવા સંજોગો માં જનતા ને સસ્તા પેટ્રોલ-ડીઝલ નો લાભ આપવાને બદલે ભાવ વધારી દેતા જનતા માં ખુબજ રોષ અને નારાજગી જોવા મળી રહી છે અને સરકાર ના નિર્ણય ની ટીકા થઈ રહી છે, કારણ કે કોરોના માં બધું ગુમાવી ચૂકેલા અને દેવામાં ડૂબેલા લોકો ઉપર સરકાર મોંઘવારી નો કોરડો મારીને લોકો ની હાલત ખરાબ કરી નાખી છે.
ગુજરાતમાં શુક્રવારે પેટ્રોલ 70.34 અને ડીઝલ 68.34 પ્રતિ લિટર થઈ ગયું હતું. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર 12.50 વેટ છે. જ્યારે દિલ્હીમાં હવે પેટ્રોલ 74.57 અને ડીઝલ 72.81 રૂપિયા થઈ ગયું છે. કોરોના સંકટ વચ્ચે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલના ભાવ 66 ટકા સુધી ઓછા થઈ ગયા હતા પણ સરકારે સામાન્ય પ્રજાને તેનો ફાયદો આપ્યો નથી તે સ્પષ્ટ થયું છે માત્ર સરકારે પોતાનો ખજાનો ભરવા માટે માર્ચથી જૂન વચ્ચે બે વખત પેટ્રોલ પર 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારતા રાજ્યોમાં વેટ પણ વધ્યો છે ત્યારે જનતા માં કોરોના કાળ માં લૂંટી રહેલી સરકાર સામે નારાજગી ફેલાઈ ગઈ છે.
