રાજ્યમાં આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડતાં જળબંબાકાર સર્જાયો છે બીજી તરફ જન્માષ્ટમીના તહેવારોનું સ્કૂલમાં વેકેશન હોય લોકો ફરવા નીકળી પડ્યા છે ત્યારે ગુજરાતથી આબુ હિલ સ્ટેશન તરફ પ્રવાસીઓ મોટી સંખ્યામાં જઈ રહયા છે તેવા સમયે હાલમાં પાલનપુર આબુ રોડ ભારે વરસાદને પગલે એક બાજુનો બંધ કરી દેવો પડ્યો છે અહીં વાહનોની 5 કિ.મી.લાંબી કતારો લાગી છે.
બીજી બાજુના માર્ગ પર ફક્ત મોટાં વાહનોને જ પસાર થવા દેવામાં આવી રહ્યા છે.
હાઇવેની બંને બાજુના માર્ગો પર પોલીસ તૈનાત છે.
જેથી નાનાં વાહનો હાઇવે પરથી પસાર ન થાય. જ્યારે કોઇ વાહનો ફસાય તો એને કાઢવા માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભીલડી-બલોધર રોડ, ભીલડી, નેસડાસ પેપળુ રોડ, નેશનલ હાઇવેથી ઘટનાળ રોડ, સ્ટેટ હાઇવેથી ઘટનાળ રોડ, નવી ભીલડીથી જૂના નેસડાથી ઘટનાળ મોટી રોડ, પાલડી-વડલાપુર રોડ, કંસારી-શેસુરા રોડ, ગૂગળ એપ્રોચ રોડ, પેપરાળ-ગણતા રોડ, લાખણી, ગોઢથી છત્રાલા રોડ, છાપી-કોટડી રોડ, ચાંગા-બસુ રોડ, મોરિયા-નાગલ રોડ, બસુ-જેબલાપુરા રોડ, પીરોજપુરાથી ડુંગરિયાપુરાથી જિલ્લાની હદ સુધીના રોડ બંધ કરવામાં આવ્યા છે.
આમ,આબુ ફરવા જતા હોયતો અત્યારે મુલતવી રાખજો કારણ કે આગળ ફસાઈ જવાશે.