ભાજપના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળીની હત્યાથી ગુજરાતનું વાતાવરણ ડહોળાયું છે. ત્યારે આ ઘટનાની તાત્કાલિક તપાસ રેલવે દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેની તપાસ અમદાવાદ રેલવેના ડીવાયએસપી પીપી પીરાજીયા કરશે. રાજકોટના ડીવાયએસપી, રેલવે એલસીબીના એક પીઆઈ અને 2 પીએસઆઈ અને કોન્સ્ટેબલ પણ તપાસ પ્રક્રિયા હાથ ધરશે. હાલમાં મોરબી જિલ્લા પોલીસ, રેલવે એલસીબી, જિલ્લા એલસીબી, ગાંધીધામ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. આ હત્યામાં પોલીસ રેલવેમાં અત્યાર સુધી થયેલા વિવિધ મર્ડરની થીઅરી પર તપાસ કરશે.
ચાલતી ટ્રેનમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના પૂર્વ વિધાયક જયંતી ભાનુશાળીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. અબડાસાથી ભાનુશાળી ધારાસભ્ય રહી ચૂક્યા છે. સયાજી નજીકી ટ્રેનમાં ભૂજથી અમદાવાદ તેઓ જઈ રહ્યા હતા ત્યારે માલિયા નજીક કેટલાક શખ્સોએ એસી કોચમાં ઘુસીને ભાનુશાળી પર ફાયરીંગ કર્યું હતું. જેના કારણે તેમની મોત થઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમને એક ગોળી છાતીમાં અને એક ગોળી આંખમાં વાગી હતી. કટારિયા-સૂરજબારી સ્ટેશન વચ્ચે આ ઘટના બની હતી. તેઓ ટ્રેન નંબર 19116માં સવાર હતા. હાલ અત્યાર સુધીની જે વિગતો મળી રહી છે તે તમને જણાવીએ તો આ હત્યા અંગત અદાવતમાં કરવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં મોરબી જિલ્લાના પોલીસ વડા સહિત પોલીસ કાફલો તૈનાત થઇ ગયો છે.
આ મામલે એફએસલની પણ મદદ લેવામાં આવી રહી છે. જયંતિ ભાનુશાળી પર ગત વર્ષે જ એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જે પછી તેમણે ગુજરાત ભાજપના અઘ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે ભાનુશાળીએ કહ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે પોલીસને દેવામાં આવેલા મારા નિવેદનમાં મારી છબી ખરડાઈ રહી છે. મારા અને મારા પરિવાર પર આધારહિન આરોપ લગાવવામાં આવ્યા છે.