વલસાડ. સાહિત્ય ક્ષેત્રે ખુબજ જાણીતા અને ‘સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા અને પરમ શ્રદ્ધેય ઋષિ મકરંદ દવેના પત્ની કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. કુંદનિકા કાપડિયાએ 29 એપ્રિલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.તેઓના નિધન ના સમાચાર જાણી ચાહકો ને આંચકો લાગ્યો છે અને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા ,તેમનો જન્મ લીંબડીમાં 11 જાન્યુઆરી 1927ના રોજ થયો હતો. તેઓ એક નવકથા અને સ્ટોરી રાઈટર હતા. તેમને ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપવા બદલ સાહિત્ય એકેડમી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાહિત્ય સાથે ખુબજ ઘનિષ્ટ નાતો ધરાવતા દંપતી એ સમાજ ને પોતાના જીવનકાળ દરમ્યાન ખુબ મોટું યોગદાન આપ્યુ છે તેઓ ની વિદાય થી સાહિત્ય જગત ને ખોટ પડી છે
