ગુજરાતમાં જાન્યુઆરી માં આવી રહેલી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોમાં ચૂંટણીઓ માટે નું કાઉન્ટ ડાઉન અત્યાર થીજ ચાલુ થઈ ગયું છે અને મિટિંગો ના દૌર શરૂ થઈ ગયા છે. સાથે જ કોરોના ની રસી માટે પણ સરકાર કટિબદ્ધ છે અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલાં તમામ કર્મચારીઓને પણ રસી આપી દેવા માટે નો તખ્તો ગોઠવાઈ ચૂકયો છે અને જાન્યુઆરી માજ તે અભિયાન પણ હાથ ધરી દેવાશે તેમ સરકારના સૂત્રોએ જણાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારને આ અંગે એક દરખાસ્ત મોકલી હતી જેમા ચૂંટણી માટે નિયુક્ત થનારાં અંદાજે 20,000થી વધુ કર્મચારીઓને રસી આપવા માટે જણાવાયું હતું. આ દરખાસ્તનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે ઉપરાંત રાજ્યમાં કોરોનાના દર્દીઓની સેવામાં જોડાયેલાં ફ્રન્ટલાઇન વર્કર્સ ઉપરાંત કોરોના વોરિયર્સ કે જે અપ્રત્યક્ષ રીતે કોરોના સંક્રમણ કાળ દરમિયાન વિવિધ ફરજ પર નિયુક્ત છે તેમને પણ ફેબ્રુઆરી મહિનાના અંતિમ અઠવાડિયા સુધીમાં રસીનો પ્રથમ ડોઝ અપાઇ જશે. આ જ શ્રેણીમાં ચૂંટણીના કામમાં જોડાનારાં તમામ કર્મચારી કે જેમાં પોલિંગ સ્ટેશન પર ફરજ બજાવતાં કર્મચારીઓ, બીએલઓ, રીટર્નિંગ ઓફિસર, ઇલેક્શન ઓફિસર, કાઉન્ટિંગ માટે રોકાયેલાં કર્મચારીઓ તથા કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલાં પોલિસ અને અર્ધ લશ્કરી દળોના કર્મીઓને પણ આ રસી આપવામાં આવશે. આ ઉપરાંત ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આવશ્યકતા ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવનાર હોવાનું આધાર ભૂત સૂત્રો એ જણાવ્યું હતું.
