રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે અને આજેપણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે
આજે સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં વરસાદ પડયાના અહેવાલ છે.
રાજ્યમાં જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ અને આજે જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને 6 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્તા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જૂનાગઢ પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ઓઝત નદીમાં ઘોડાપૂર આવતા મટિયાણા ગામમાં પાણી ઘૂસી ગયા છે.
ઓઝત નદીમાં ઘોડાપૂરના કારણે બામણાસા ગામમાં એક મકાન પાણીમાં ધરાશાયી થયું હોવાના અહેવાલ છે.
હવામાન વિભાગની આગાહીને લઈને અનેક વિસ્તારોમાં અવિરત અનરાધાર મેઘમહેર થઈ રહી છે. જેને લઇને નીંચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે.