રાજ્યમાં બનેલી અતિ ચોંકાવનારી ઘટનામાં જામનગર જિલ્લા પંચાયત ભવનમાંથી બે હજાર જેટલી ફાઇલોની ચોરી થતા ભારે હડકંપ મચ્યો છે.
સમગ્ર ભવન સીસીટીવી ઉપરાંત સિક્યોરિટીથી સુસજજ હોવા છતાં રાત્રિના સમયે ટ્રેક્ટરમાં ભરીને ખૂબજ અગત્યના દસ્તાવેજો ગાયબ કરી દેવાનો મામલે સસ્પેન્સ છવાયુ છે.
નવાઈની વાતતો એ છે કે આજથી બે મહિના પહેલા ઇલેક્ટ્રિક વિભાગના રેકોર્ડ રૂમમાંથી સંખ્યાબંધ ફાઈલો ટ્રેકટરમાં ભરીને રીતસર ચોરી થઈ હોવાછતાં કોઈને ખબર કેમ ન પડી તે વાતે ભારે સનસનાટી મચાવી છે. નાયબ કાર્યપાલક ઇજનરે જ્યારે ફાઇલો મગાવતાં ફાઇલો ચોરી થયાનો મામલો સામે આવતા સબંધિત વર્તુળોમાં ભારે દોડધામ મચી છે આ મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશો કરાયા છે તેમજ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ છે.
જામનગર જિલ્લા પંચાયતમાં બાંધકામ વિભાગ હેઠળ આવતા ઈલેક્ટ્રિક વિભાગની રેકાર્ડની ફાઈલ માટે એક અલગ રેકોર્ડ રૂમ છે, જેમાં વર્ષોથી તમામ દસ્તાવેજો અકબંધ રાખવામાં આવ્યા છે.
દરમિયાન કોઈ જરૂર ઉભી થતાં નાયબ કાર્યપાલક ઇજનરે કેટલીક ફાઈલો મંગાવતા રેકોર્ડ રૂમમાં સંખ્યાબંધ ફાઈલો ગુમ જણાતા ભારે ચકચાર મચી હતી.
સમગ્ર ભવન સીસીટીવી તેમજ સિક્યોરિટીથી સજજ હોવા છતાં રાત્રિના સમયે ટ્રેક્ટર ભરી અગત્યના દસ્તાવેજો ઉપાડી જવાની ઘટનાને લઈ ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓ, સિક્યોરિટી વિભાગ સહિત જવાબદાર લોકોની બેદરકારી સામે આવી છે.
જિલ્લા પંચાયતના પટાવાળાના જણાવ્યા મુજબ આજથી બે મહિના પહેલાં કેટલાક શખસો રાત્રિના સમયે જિલ્લા પંચાયતની કચેરીમાં આવ્યા હતા અને ઈલેક્ટ્રિક વિભાગના રેકોર્ડ રૂમમાંથી ફાઈલો ઉઠાવી ગયા હતા. આ સમયે પટાવાળા દ્વારા તેઓને પૂછતા તેમણે પટાવાળાને યોગ્ય જવાબ આપ્યો ન હતો અને ફાઈલો લઈ જતા રહયા હતા.
બીજી તરફ સીસીટીવીનું રેકોર્ડિંગ પણ સચવાયું નહી હોવાથી મામલો હવે ચર્ચાસ્પદ બન્યો છે.