જામનગર નજીકના એક ગામમાં વાડી માં રહેતા એક ભોળા પરિવારે એક આધેડ ઉંમર ના સાધુ ને આશરો આપતા લંપટ સાધુએ પરિવારની 19 વર્ષ ની માસૂમ યુવતી પર નજર બગાડી હતી અને એક દિવસ જ્યારે પરિવાર ના સભ્યો ઘરે ન હતા ત્યારે મોકો જોઈ એકલતા નો લાભ લઇ આ લંપટ સાધુ એ 19 વર્ષ ની છોકરી ને બાથ માં પકડી લઈ તાંત્રીક વિધિ કરી તેના આખા પરિવાર ને પતાવી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારબાદ અપહરણ કરીને ભાગી છૂટતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું, આ ઇસમે તાંત્રીક વિધિ કરી પરિવારને પતાવી દેવાની ધમકી આપી યુવતી ને ડરાવી બળાત્કાર કરી ભગાડી ગયો હોવાની વિગતો સામે આવી છે.
સાધુ બાવા ની સેવા કરવા છ માસ થી આ ઈસમ ને આ સત્સંગી પરિવારે પોતાના ઘરે આશરો આપ્યો હતો.
સાધુના વેશમાં જે ઘર માં રહેતો હતો તેજ ઘર ની 19 વર્ષ ની છોકરી ને લઈ ભાગ્યા બાદ પોલીસ માં આરોપી વિરુદ્ધ થયેલી ફરિયાદ બાદ પોલીસે જ્યારે આરોપી ની ધરપકડ કરી ત્યારે તેણે ભગવા કપડાં ઉતારી પેન્ટ-શર્ટ ધારણ કરી લીધા હોવાની વિગતો સામે આવી છે. પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેસ કરી અમદાવાદ થી પકડી લીધો હતો.
યુવતીનું અપહરણ કરી બનાવટી સાધુ જુનાગઢ, પાટણ અને રાજસ્થાન સહિત જુદા-જુદા વિસ્તારોમાં યુવતીને લઇ જઇ બળાત્કાર ગુર્જાયો હોવાની વિગતો ખુલી છે. જામનગર નજીકના એક ગામમાં વાડી વિસ્તારમાં રહેતા ભોળા પરિવાર ની 19 વર્ષ ની છોકરી ની જિંદગી આ લંપટ સાધુ એ બરબાદ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન સાધુ નો વેશ ધારણ કરનાર જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરી ઉર્ફે મેન્ટલગીરી પૃધ્વીસિંહ પરમાર હોવાનું ખુલ્યું છે.
આ ઈસમ નું લોકેશન નરોડા પાટિયા મળ્યું હતું જેથી પોલીસ ની એક ટીમ તાત્કાલિક અમદાવાદ પહોચી હતી અને આરોપીને દબોચી લઇ યુવતીને છોડાવી લીધી હતી,
તપાસ દરમિયાન આ ઇસમે યુવતી નું જામનગરથી અપહરણ કરીને તેણીને જુનાગઢ, અમદાવાદ અને રાજસ્થાન લઇ ગયો હતો અને આ સ્થળોએ તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેણીનો કબજો સંભાળી બંનેનું મેડીકલ કરાવી, આરોપી સામે અપહરણ અને બળાત્કાર નો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
