રાજ્યમાં ઠેરઠેર રોડ તૂટી ગયા છે અને ખાડાઓની ભરમાર છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ એ ખૂદ કબૂલ્યું છે કે તંત્રના રેઢિયાળ વહીવટના કારણે સરકાર બદનામ થઈ રહી છે.
અમદાવાદ શહેર પોલીસના એક કાર્યક્રમમાં હાજપ રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે સ્ટેજ પર બોલવા ઉભા થયા ત્યારે તેઓએ અમદાવાદ શહેરમાં જાહેર રોડ પર પડેલા મોટા મોટા ખાડા અંગે વાત કરી લોકોને પડી રહેલી મુશ્કેલીઓ તરફ ઈશારો કરી રસ્તામાં મોટા ખાડા હોવાથી મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા રહે છે.
તેઓએ કહ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન રોડની સાઇડમાં કરેલા નાના ખાડા પુરી દે છે. પરંતુ મહિનાઓ સુધી રોડ પર પાડેલા મોટા ખાડા પુરતું નથી, તેમ કહી કાર્યક્રમમાં હાજર AMCના કમિશનર લોચન સહેરા સામે નજર કરી હતી. મુખ્યમંત્રીએ મ્યુનિ. કમિશનરને આડે હાથે લેતાં મ્યુનિ. કમિશનરનો સહેરા ચુપચાપ નીચે જોઈ ગયા હતા. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આવી સામાન્ય સમસ્યાઓના કારણે સરકારે કરેલા કામ દેખાતા નથી અને તેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાય છે.
આમ,અમદાવાદ સહિત દરેક શહેર માં ખાડાઓ નું સામ્રાજ્ય છે જે સ્થાનિક તંત્રની લાપરવાહી છે અને સરકાર બદનામ થતી હોવાનું મુખ્યમંત્રી એ જણાવ્યુ હતુ.