રાજ્યમાં સુરત,રાજકોટ, વડોદરા, ભાવનગર, અમરેલી બાદ જૂનાગઢ સહિત જિલ્લાના નવ તાલુકાઓમાં વરસાદ પડતાં સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે. ત્રણેક કલાક સુધી સતત વરસેલા વરસાદના પગલે વિસાવદર શહેરમાં સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો. વિસાવદરમાં ત્રણ કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં પડેલા વરસાદમાં સૌથી વધુ વિસાવદરમાં 4 ઈંચ, જૂનાગઢમાં 1 મીમી, કેશોદમાં 3 મીમી, ભેસાણમાં 8 મીમી, મેંદરડામાં 17 મીમી, માળીયાહાટીનામાં 21 મીમી અને વંથલીમાં 3 મીમી વરસાદ નોંધાયો છે. જૂનાગઢ નજીકના બીલખા ઉમરાળીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે પંથકની નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા.
ઉતાવળી નદીમાં પણ ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.