હમણાં હમણાં વિવિધ સંપ્રદાય ના કેટલાક સ્વામીઓ અને મુનિઓ ના માથા ઉપર જાણે સેક્સ નું ભૂત સવાર થયું હોય તેમ મહિલાઓ પાસે પપ્પી અને સેક્સ વગેરે માંગણી કરી રહ્યા હોવાના સમાચારો આવતા રહે છે અને સૌથી મોટી વાત એ કે મોબાઇલ આવતા આવા કાંડ હવે બહાર આવવા મંડ્યા છે. જૂનાગઢના ખોરાસા મુકામે આવેલા ૧૫૦ વર્ષ જૂના તિરુપતિ મંદિરના ગાદીપતિ સ્વામી શ્યામનારાયણ આચાર્યજીના કથિત ઓડીયોએ સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચાવી દીધી છે. સ્વામીએ એક મહિલા સેવિકાને ફોન ઉપર મંદિરે આવવા અને પપ્પી બાકી છે…તેમ કહીને બીભત્સ માંગણી કર્યાની વાતચીતનો ઓડિયો વાઇરલ થતા સ્વામી સામે મંદિરના ટ્રસ્ટીઓ પણ નારાજ છે.
ખોરાસામાં આવેલ વૈંકટેશ તિરુપતિ મંદિરના હાલના ગાદીપતિ સ્વામી શ્યામનારાયણ આચાર્ય અને એક મહિલા સેવિકાના ઓડિયો કલીપ મામલે ભારે ચર્ચા જાગી છે, સ્વામીએ શિવરાત્રીના સમયમાં એક મહિલા સેવિકાને ફેન કરીને તેની સાથે બીભત્સ માંગણી કરી હતી.જેને લઈને મહિલાએ પણ સ્વામીનો ઉધડો લીધો હતો. આ ઓડિયો કલીપ અત્યારે વાયરલ થઈ છે.જોકે
મંદિરના ટ્રસ્ટી પ્રવીણ વાલભાઈ ચાવડાએ જણાવ્યું કે, આ ઓડિયો કલીપ સ્વામીની હોય તેવું ધ્યાને આવતા તેને હટાવવા માટે તેઓએ પ્રક્રિયા શરૂ કરી છે. સ્વામી મહિલા સેવિકા સાથે બીભત્સ માંગણી કરતા હોય તેવી કલીપ ગામમાં અને સેવકો સુધી પહોચતા લોકોમાં નારાજગી છે. તેઓ સામે મંદિર પર કબજો કર્યા નો પણ આક્ષેપ કરતા અહીં મંદિર ના સ્વામી અને ટ્રસ્ટીઓ વચ્ચે પણ વિવાદ બહાર આવ્યો છે.
