જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર માં સ્વામી ના રૂમ માં વિદ્યાર્થી એ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે.જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં જે.પી.સ્વામીના રૂમમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ લીધો હોવાના અહેવાલો છે. જોકે, આ વિદ્યાર્થીએ શા માટે આવું પગલું ભર્યું તે કારણ જાણી શકાયું નથી.
જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હોવાની વાત ને લઈ ભારે હોબાળો મચી ગયો છે. અહીંના જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આપઘાત કરનાર વિદ્યાર્થી નું નામ
ઉત્સવ હોવાનું જાણવા મળ્યું છે, મૃતક વિદ્યાર્થી બગસરા તાલુકાના પીપરિયા ગામનો વતની છે ઘટના અંગે ની જાણ થતા જ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે
