રાજ્ય માં વિધાનસભા ની 8 બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે અને બપોરે 2 વાગ્યા સુધી માં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર 56.78 ટકા મતદાન થયું છે. 8 વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ 18.75 લાખ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 80 ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે. મતદારો સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. કોવિડ-19ની ગાઈડલાઈન્સ મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં અબડાસા, ધારી, લીંબડી સહિતની 8 બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. એમાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી સહિતની પાર્ટીઓ અને અપક્ષ મળીને 80 ઉમેદવાર વચ્ચે જંગ છે છેલ્લા 2 વાગ્યા સુધી ના જે આંકડા સામે આવ્યા છે તેમાં અબડાસા 38.41 ટકા, ડાંગ 56.78 , ધારી 23.78 ટકા ,ગઢડા 28.64 ટકા, કપરાડા 37.15 ટકા અને કરજણ માં 40.64 ટકા લીમડી 34.9 થતા મોરબી બેઠક ઉપર 31.90 ટકા મતદાન નોધાયું છે.
