ડીસામાં બનાસપુલ પાસે મોડી રાત્રે બે ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં એકાએક આગ લાગી હતી, આગના પગલે ટ્રેલરમાં જ જીવતા સળગી જવાથી બે વ્યક્તિના મોત થયા છે. ગઈકાલે મોડી રાત્રે જ્યારે બનાસ પુલ નજીક એક ટ્રેલર આવી રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર સામેથી આવી રહેલું ટ્રેલર ધડકાભેર અથડાયું હતું. હેવી ટ્રેલરના અથડાવાથી આગ લાગી હતી. આગના પગલે ટ્રેલરમાં રહેલા જ બે વ્યક્તિના મોત થયા હતા જ્યારે બે વ્યક્તિની હાલત ગંભીર છે.
ઘટનાની જાણ થતા જ ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું. ડીસાના બનાસ પુલ નજીક માર્ગનું સમારકામ ચાલુ હોવાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જેના કારણે આગ લાગી હતી. આ ડાયવર્ઝનના કારણે જ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
અકસ્માત એટલો ગંભીર હતો કે બંને ટ્રેલર આગમાં જોઈ શકાતા નહોતા. આગના ગોળે ગોળા ઉઠતા દૂર દૂર સુધી તેની જ્વાળઓ જોઈ શકાતી હતી. આ ટ્રેલરની આગને અનેક કલાકોની મહેનત બાદ ચાર ફાયર ફાઇટરોએ માંડ માંડ કાબૂ મેળવ્યો હતો.