રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના વાવડ છે અહીં ડીસાના માલગઢ ગામે ભારે વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, પરિણામે વાવણી બાદ ઉગેલો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સતત 12 કલાકથી એકધારો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
ડીસામાં મેઘતાંડવથી ગામડાં બેટમાં ફેરવાઈ ગયાં છે અને માલગઢ ગામમાં વરસાદી પાણી મકાનોમાં ઘૂસી જતાં ગયા હતા.
માલગઢના પરબડી વિસ્તારમાં લોકોનાં ઘરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ઘૂસી જતાં ઘરવખરીનો સામાન, પશુઓ માટેનો ઘાસચારો વગરે નુકશાન થયું હતું.
જ્યારે સીમ વિસ્તારમાં ખેતરોમાં વાવણી બાદ પાક ઊગી ગયો હતો તે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક નાશ થવાની દહેશત ઉભી થઇ છે પરિણામે ખેડૂતોમાં ચિંતા ઉભી થઇ છે.