કોરોના ની મહામારી વચ્ચે ફરી એક્વાર મુંબઇ સેન્ટ્રલ , અમદાવાદ તેજસ એક્સપ્રેસ (ગુરુવાર સિવાય) સહિતની સાપ્તાહિક ટ્રેનોનું આજથી બુકિંગ શરૂ થઇ ગયું છે.
સામે આવી રહેલી દિવાળી ના તહેવારો માં કામ નું ભારણ પણ વધ્યું છે ભલે કોરોના ને લઈ બજારો હજુ સુસ્ત છે પણ દિવાળી ના તહેવારો ને કારણે બજાર માં થોડી ચહલ પહલ જોવા મળી રહી છે.
તેજસ ટ્રેન માટે બુકીંગ શરૂ થયું છે જે પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર નિર્ધારિત થશે.જે તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. તેજસ એક્સપ્રેસ માટે બુકિંગ ફક્ત આઇઆરસીટીસી વેબસાઇટ અને આઈઆરસીટીસીના વર્તમાન આરક્ષણ કાઉન્ટરો પર ઉપલબ્ધ છે. આમ હવે ઓનલાઈન બુકીંગ પણ થઈ રહ્યું છે, રેલવે સ્ટેશન ઉપર હવે મુસાફરો ની અવરજવર પણ જણાઈ રહી છે ધીરેધીરે કોરોના સાથેજ જીવવા માટે લોકો એ ટેવાવુ પડશે તેવી સ્થિતિ છે.
