દક્ષિણ ગુજરાત ના સુરત થી વલસાડ વિસ્તારમાં ભુકંપ ના આંચકા આવતા લોકો ઘર ની બહાર નીકળી આવ્યા હોવાના અહેવાલ છે. હાલ દિવાળી ની ખરીદી કરવા માટે લોકો ની ભીડ બજારો માં જામી છે ત્યારે ભૂકંપ ના આચકા આવતા ગભરાટ ફેલાયો હતો
દક્ષિણ ગુજરાતમાં આવેલા ભૂકંપના આંચકા બપોરે 3.40ના સુમારે અનુભવાયા હતા. ભુકંપ ની તીવ્રતા 4.3 રિક્ટર સ્કેલની હોવાનું જાણવા મળ્યું છે.દક્ષિણ ગુજરાતમાં આવેલા આ ભુકંપ ને લઈ લોકો માં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે અને ભરૂચ નજીક આવેલા વાલિયા તાલુકાના ધારોલીમાં ભૂકંપનું એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપની તીવ્રતાં 4.4 મેગ્નિટ્યુડ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ 36 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. ભરૂચ આસપાસના વિસ્તારના લોકોએ 3 સેકન્ડ જેટલો ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હોવાની વિગતો જાણવા મળી છે.
