રાજ્ય માં વિધાનસભા ચૂંટણીઓ ના ધમધમાટ વચ્ચે બેઠકો અને પ્રચાર નો દૌર ચાલુ છે ત્યારે જાણવા મળતી વિગતો મુજબ મનસુખ માંડવીયાની લીંબડી ક્ષેત્રના પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક મળનાર છે.
કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા લીંબડી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર કિરીટસિંહ રાણાના સમર્થનમાં બપોરે 3 વાગ્યે સાર્વજનિક સરકારી હાઈસ્કૂલ, સાયલા ખાતે જાહેરસભાને સંબોધશે, ત્યારબાદ સાંજે 5 વાગ્યે પટેલ સમાજની વાડી, સાયલા ખાતે લીંબડી વિધાનસભા ક્ષેત્રના પાટીદાર અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે આ માટે આગલા દિવસ થી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. જ્યારે
મુખ્યમંત્રી વિજય રૂપાણી મિશન 2026 હેઠળ સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો આજે વડોદરામાં શુભારંભ કરાવશે. સરદાર ધામ પબ્લિક ટ્રસ્ટ આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રીશ્રીઓ, જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ અને દાતાઓ ઉપસ્થિત રહેશે આમ ભાજપ ના કાર્યકરો માં સવાર થી જ ભારે દોડધામ જોવા મળી હતી.
