ભારત એ પ્રાચીન તહેવારો નો દેશ છે અને પરંપરાગત તહેવારો ની ઉજવણી નું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે આજે સવાર થી જ દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે લોકો પોતાની શક્તિ મુજબ ફાફડા,જલેબી અને નવા વાહનો ની ખરીદી માં જોતરાયા છે, ફૂલો ના હાર પોતાના વાહનો ઉપર ચડાવી રહ્યા છે ત્યારે દશેરાના દિવસે ધાતુની વસ્તુઓ ખરીદવાની અને શસ્ત્ર પૂજની પણ પરંપરા છે. શસ્ત્ર પૂજા માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત 9.28 થી 11.02 વાગ્યા સુધી છે. તેમજ ખરીદી માટેનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત 12.39થી 11 વાગ્યા સુધીનું છે. આજના શુભ મુહૂર્તમાં વાહન, શસ્ત્ર, કોઇપણ ધાતુની ભગવાનની મૂર્તિ કે પછી ધાર્મિક પુસ્તકો ખરીદવાથી વસ્તુ સાથે ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આમ કોરોના ને લઈ થોડી ઓછી ખરીદી થઈ છે પણ વેપારીઓ ખુશ જણાઈ રહ્યા છે કેમકે સુરત , અમદાવાદ, બરોડા, રાજકોટ, ભાવનગર જેવા શહેરો માં લોકો ની ભીડ જોવા મળી હતી આજે દશેરા પર્વ ની ઉજવણી નો માહોલ જોવા મળી રહ્યો છે.
