વલસાડ પંથક માં કોરોના ની સ્થિતિ વિકટ બની રહી છે ત્યારે આ બધા વચ્ચે એક મોટા અહેવાલ સામે આવી રહ્યા છે. કેડિલા ફાર્માના ધોળકા સ્થિત પ્લાન્ટમાં કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત કર્મચારીઓનો બ્લાસ્ટ થયા બાદ અન્ય એક દવા બનાવતી દાનહ ની સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત બન્યા હોવાની ખબર છે. જેના કારણે આખો પ્લાન્ટ બંધ કરવાની નોબત આવી છે. વલસાડ નજીક સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોના વિસ્ફોટ થયો છે અને એક દવા બનાવતી કંપની સન ફાર્મા માં એક સાથે 14 કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતા આખો પ્લાન્ટ તાત્કાલીક અસર થી બંધ કરી દેવામાં આવ્યો છે. સન ફાર્મા કંપનીના ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં ફરજ બજાવતો ગણદેવી તાલુકાને યુવાન ગઈકાલે સંક્રમીત થયા બાદ
આજે 14 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી દાદરા ખાતે આવેલા પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો છે. તમામ પોઝિટિવ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા અન્ય કર્મચારીઓને ચેપ ન લાગે તે માટે પ્લાન્ટ બંધ કરી દઈને સેનિટાઈઝેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ છે.
આ પહેલા પણ આવા જ પ્રકાર ની ઘટના અમદાવાદ નજીક આવેલ કેડિલા ફાર્માના ધોળકા સ્થિત પ્લાન્ટમાં બન્યો હતો અને ત્યાં પણ કોરોના કર્મચારીઓની સંખ્યા વધતા આખેઆખા પ્લાન્ટને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો તેવા પ્રકાર નો બીજો બનાવ દાદરા માં બનતા તંત્ર દોડતું થઈ ગયું છે.
