છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામમાં જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ દારૂના નશામાં લથડીયા ખાતા ખાતા માંડ સ્ટેજ ઉપર પહોંચ્યા પણ તે પહેલાં આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારની પીઠ ઉપર ત્રણ ચાર ધબ્બા મારી હસતા હસતા આગળ વધતા નિમિષાબેન સુથાર નારાજ જણાયા હતા અને
અશોભનિય વર્તન કરનાર નેતા જાહેરમાં લથડિયા ખાતા જોવા મળતા લોકોમાં ભારે રમૂજ અને ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારે દારૂ પીને તમાશો કરનાર રશ્મિકાંત વસાવાના વર્તન સામે
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સમક્ષ રજૂઆત કરી હોવાની ચર્ચા છે.
છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ લથડિયા ખાતા ખાતા નિમિષાબેનની પીઠ થપથપાવતા નજરે પડ્યા હતા. તેઓએ ચિક્કાર દારૂ પી લીધો હોવાથી પોતાની જાતને નહીં સંભાળી શકતા અન્ય એક ભાજપ આગેવાનનો ખભો પકડી લે છે. જ્યારે સ્ટેજ પાસે પહોંચે છે, ત્યારે પણ અન્ય કાર્યકરના ખભે હાથ મૂકી પગથિયા ચડતા જોવા મળ્યા હતા અને સ્ટેજ ઉપર પહોંચી પ્રભારી મંત્રીની બાજુમાંજ રશ્મિકાંત વસાવા નિંદ્રાધિન થઈ જતા તેઓની આ હરકતો ભારે ચર્ચાસ્પદ બની હતી અને ઉપર સુધી રજુઆતો કરવામાં આવી હતી.