દારૂબંધીની અરજી મામલે ચુકાદો આપતા હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે.જેમાં હાઇકોર્ટે કહ્યું છે કે દારૂબંધીને પડકારતી અરજીઓની સુનાવણી હાઈકોર્ટમાં થઈ શકે છે.આ મામલે હાઈકોર્ટ દ્વારા મોટા નિર્ણયો આપવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે રાઈટ ટુ પ્રાઈવસીના આધારે હાઈકોર્ટમાં દારૂબંધીને પડાકરતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.જેના ચુકાદો આપતા હાઈ કોર્ટે કહ્યું હતું કે ‘દારૂબંધીને લઈને જે પણ અરજીઓ હતી તે હાઈકોર્ટમાં ટકવા પાત્ર છે’
આ અરજીમાં અરજદાર દ્વારા એવો વાંધો કરવામાં આવ્યો હતો કે વ્યક્તિ પોતાના ઘરમાં શું ખાઈ શકે શું પી શકે તેનો અંકુશ સરકાર ન રાખી શકે. જોકે આ મામલે એડવોકેટ જનરલે વાંધો ઉઠાવ્યો હતો કે હાઈકોર્ટમાં અરજદાર આવી અરજી ન કરી શકે. પરંતુ હાઈકોર્ટ દ્વારા એડવોકેટ જનરલે ઉઠાવેલા વાંધાને ફગાવી દેવામાં આવ્યો છે. એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે દારૂબંધીને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટમાં કરવી પડે તેમ છે. જોકે એડવોકેટ જનરલના આ વાંધાને હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.
આ મામલે દારૂબંધીને લઈને જે પણ અરજીઓ હતી તે હાઈકોર્ટમાં ટકવા પાત્ર છે તેવું કોર્ટે કહ્યું .કોર્ટના આ આદેશથી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સરકારી વકીલ દ્વારા દાવો કરવામાં આવ્યો કે આ અરજી હાઈકોર્ટમાં ન ટકી શકે. પરંતુ રાઈટ ટુ પ્રાઈવસીના કાયદા હેઠળ ગુજરાત હાઈકોર્ટે સરકારી વકીલનો દાવો નકારી દીધો છે.
આ મામલે રાજ્ય સરકારના એડવોકેટ જનરલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ અરજી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવે.એડવોકેટ જનરલના તે વાંધાને હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે. જેથી હવે આગામી દિવસોમાં બંને પક્ષ તરફી કોર્ટમાં રજૂઆત કરવાામાં આવશે કે રાજ્યમાં દારૂબંધીની પરવાનગી આપવી જોઈએ અને શા માટે ન આપવી જોઈએ.