કોરોના થી કંટાળી ગયેલા લોકો ઓછા બજેટ માં નજીક ના પ્રવાસ માં જવા ઉપડી ગયા છે,આ વર્ષે કોરોના ને લઈ લગભગ છ મહિના સુધી બંધ રહ્યા બાદ અનલોક માં હવે ટુરિસ્ટ સ્થળો શરૂ થતા લોકો માં કોરોના નો ડર થોડો ઓછો થતા તેઓ પરિવાર સાથે નજીક માજ પોતાના વાહનો માં ફરવા જઈ રહ્યા છે. દિવાળી દરમિયાન ફરવાનો ટ્રેન્ડ બદલાયો છે અને દૂરના સ્થળોએ જવાના બદલે લોકો નજીકના પર્યટન સ્થળોની પસંદગી કરી રહ્યા છે અને ગુજરાતમાં કચ્છ રણોત્સવ, દ્વારકા,સોમનાથ, ટેન્ટ સિટી કેવડિયા, સાસણગીર, સાપુતારા,તિથલ તરફ લોકો જઇ રહ્યા છે. એજ રીતે રાજ્ય બહાર નજીકના સ્થળોમાં રાજસ્થાનના જેસલમેર, જોધપુર, કુંભલગઢ, ઉદયપુરની ડિમાન્ડ વધુ છે અને 80 ટકા જેટલુ બુકિંગ થઈ ગયું હોવાનું ટ્રાવેલર જણાવી રહ્યા છે.
તેઓ ના મતે તા.15થી 22 નવેમ્બર બુકિંગ થઈ ચૂક્યું છે. બીજી તરફ ટ્રેનો અને ફ્લાઈટની સુવિધા મર્યાદિત હોવાથી ગોવા, કેરાલા, ઉત્તરાખંડ, હિમાચલ જેવા દૂરના રાજ્યોના ટુરિસ્ટ સ્થળો માટે બુકિંગ 20 ટકા થયું હોવાનું જાણવા મળ્યું છે હાલ કોરોના ની સ્થિતિ માં ઓછા બજેટ માં સોલ્જરી કરી ફરવા માટે મોટાભાગે 5થી 10 લોકો ના પરિવાર અને મિત્રો સાથેના ગ્રુપમાં ફરવાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે.
