સૌરાષ્ટ્રમાં યોજાતા લોક ડાયરામાં રસિયો રૂપાળો’ ગીતથી જાણીતા બનેલો કમો હવે અનેક ડાયરામાં જોવા મળે છે ત્યારે હવે કમો દુબઇમાં જોવા મળશે.
આજે સોમવારે રાત્રે કિર્તીદાન ગઢવીનો ડાયરો દુબઈમાં યોજાવાનો છે. આ ડાયરામાં કમો પણ ઉપસ્થિત રહેશે જે આજે દુબઈ જવા રવાના થયો હતો ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર લોકો સેલ્ફી લેવા દોડી ગયા હતા.
દુબઈના અગ્રણી અને જવેલર્સ એવા અનિલ પેથાણી દ્વારા દુબઈમાં લોક ડાયરાનું આયોજન કર્યું છે. મૂળ કચ્છના અને હાલ દુબઈમાં સ્થાયી થયેલા અનિલ પેથાણીને ત્યાં ગુપ્ત નવરાત્રી અનુષ્ઠાનનવ દિવસ યજ્ઞની પૂર્ણાહુતિ છે. આ પૂર્ણાહુતિ પર ખાસ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આયોજક દ્વારા ખાસ કિર્તીદાનની સાથે કમાને પણ આમંત્રણ મોકલ્યું હતું.
દિવ્યાંગ કમો ડાયરામાં રસિયો રૂપાળો ગીતમાં ડાન્સ કરતા ફેમસ થઈ ગયો હતો તે બાદ અનેક ડાયરાના કાર્યક્રમમાં જોવા મળે છે.
દરમ્યાન થોડા સમય પહેલા દુબઈના જવેલર્સ અનિલભાઈ પેથાણીએ કિર્તીદાન ગઢવીને તેમની સાથે મનો દિવ્યાંગ કમાને પણ દુબઈ લાવવાનું આમંત્રણ આપતા કમો દુબઈના પ્રવાસે ગયો છે.
અમદાવાદ એરપોર્ટ પર કમાને જોઈને લોકોએ કમા સાથે સેલ્ફી પણ લીધી હતી.
આમ,કમો હવે વિદેશની ધરતી ઉપર દાયરામાં જોવા મળશે.