નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આદેશ મહત્વપૂર્ણ આદેશ આપતા દેશભરના તમામ પોલીસ સ્ટેશનો, સીબીઆઇ, એનઆઇએ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિત તમામ તપાસ એજન્સીઓની ઓફિસમાં નાઇટ વિઝન અને ઓડિયો રેકોર્ડિંગની સુવિધા ધરાવતા CCTV કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો છે. ખાસ કરીને પૂછપરછ વાળા રૂમ એટલે કે ઇન્ટ્રોગેશન રૂમમાં આવા પ્રકારના CCTV કેમેરા લગાવવાનું ફરજિયાત કર્યુ છે.
સુપ્રીમ કોર્ટે અપરાધીઓ સાથે પુછપરછ દરમિયાન નિદર્યતા રોકવા માટે આ આદેશ કર્યો છે. એક રીતે સુપ્રીમ કોર્ટનો આ નિર્દેશ ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પોલીસ લોકઅપ અને પુછપરછ દરમિયાન ઘણા અપરાધીઓના મોત થયા છે. કેસની તપાસમાં થઇ પરંતુ લાંબા સમય બાદ પતાવટ કરવાનો આરોપ લાગ્યો.આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક નિર્ણય આપ્યો છે.
ન્યાયાધીશ રોહિન્ટન ફલી નરિમન, જજ કેએમ જોસેફ અને ન્યાયાધીશ અનિરુદ્ધ બોસની ખંડપીઠે કહ્યુ કે, રાજ્યો અને કેન્દ્રી શાસિત પ્રદેશોને દરેક પોલીસ સ્ટેશનમાં પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળ, મુખ્ય પ્રવેશનો દરવાજો, તમામ ગેલેરીઓ, લોબી, વેઇટિંગ રૂમવાળો એરિયા, જેલની બહાર CCTV કેમેરા ફરજિયાત લગાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમનું રેકોર્ડિંગ 18 મહિના સુધી રાખવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે દેશભરમાં પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવા સંબંધિત એક આદેશ જાહેર કર્યો છે. જસ્ટિસ રોહિંટન એફ નરીમન, જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની એક બેંચે 45 દિવસથી પણ વધારે સીસીટીવી ફૂટેઝ સુરક્ષિત રાખવા અને એકત્રિત કરવાના સવાલ પર મંગળવારના રોજ આ માટેનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે ધરપકડ કરાયેલા કેદીઓને યાતનાઓમાંથી મુક્ત કરાવા માટે દેશના દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવાનો આદેશ આપ્યો છે. પંજાબમાં પોલીસ સ્ટેશનમાંથી એક ઘટના સામે આવ્યા બાદ ફરી એક વાર આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો.