સમગ્ર ભારતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરતા ગુજરાતમાં કસ્ટોડિયલ મૃત્યુની સૌથી વધુ સંખ્યા હોવાનો નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટમાં ખુલાસો થયો છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ ગુજરાતમાં છેલ્લા બે વર્ષની નોંધ કરવામાં આવી છે જેમાં પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુની સંખ્યામાં એક વર્ષમાં 53 ટકાનો વધારો નોંધાયો છે.
NCRB 2020 (NCRB 2020 રિપોર્ટ) ડેટા અનુસાર, આવા 15 કેસ નોંધાયા હતા.
ભારતની વાત કરીએ તો 2020માં 76ની સરખામણીમાં 2021માં કુલ 88 મૃત્યુ થયા છે.
ગુજરાત બાદ મહારાષ્ટ્રનો નંબર આવે છે, જ્યાં 2021માં 21 કસ્ટોડિયલ મૃત્યુ થયા હતા.
ગુજરાતમાં, 23 મૃત્યુમાંથી, 22 પોલીસ કસ્ટડી અથવા લોક-અપમાં મૃત્યુ પામ્યા હતા જ્યારે તેઓ રિમાન્ડમાં ન હતા, જ્યારે એકનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. પોલીસ કસ્ટડીમાં મૃત્યુના કારણોમાં આત્મહત્યા દ્વારા નવ મૃત્યુનો સમાવેશ થાય છે, બીમારીથી પીડાતા અન્ય નવ લોકો બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા, પોલીસ કસ્ટડીમાં ઘાયલ થયેલા પોલીસ દ્વારા શારીરિક હુમલાને કારણે બે મૃત્યુ પામ્યા હતા,એક કસ્ટડી માંથી ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે કથિત રીતે મૃત્યુ પામ્યા હતા.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો 2021 ના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે 2020 માં આવા બનાવમાં કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી તેની સરખામણીમાં ગુજરાતમાં 12 પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી હતી.
જો કે, 2020 માં પોલીસ દ્વારા શારીરિક હુમલા કે પોલીસ કસ્ટડી દરમિયાન ઇજાઓ થવાથી કોઈનું મૃત્યુ થયું નહી હોવાનું પણ જણાવાયુ છે.