દેશ વિરોધી પ્રવૃત્તિઓ મામલે ગુજરાત એટીએસ દ્વારા આજે અમદાવાદ, સુરત, નવસારી, ભરૂચની કેટલીક શકમંદ જગ્યાઓ પર રેડ કરી કેટલાક શકમંદ ઇસમોની પુછતાછ શરૂ કરી છે.
એટીએસ દ્વારા હાલ ત્રણ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું હોવાની વાત છે પરંતુ હાલ આ તપાસ ખૂબ ગોપનીય હોવાથી તે અંગે વધારે વિગત મળી શકી નથી,પરંતુ આ ઈસમો દેશ વિરોધી કૃત્ય કરવામાં ક્યાંક સામેલ હોવાની શકયતા ચકાસવામાં આવી રહી છે.
આ ત્રણ ઈસમોની હિલચાલ તપાસ એજન્સીની રડારમાં આવતા તપાસ શરૂ કરાઇ છે.
આ ત્રણ પૈકી સુરતના ભાગાતળાવ વિસ્તારમાં રહેતા એક ઇસમની અટક કરવામાં આવી હોવાનું કહેવાય છે.
શકમંદ દ્વારા કેટલાક યુવકોને દેશ વિરોધી પ્રવૃતિઓ માટે ઉશ્કેરવામાં આવતા હોવાની વાત ચર્ચામાં છે જોકે,આ અંગે હજુ સત્તાવાર કોઈ માહિતી મળી નથી પરંતુ NIA અને ગુજરાત ATSની ટીમ દ્વારા તપાસ થઈ રહી હોવાની વાતો ચર્ચાઈ રહી છે.