સૌરાષ્ટ્રમાં પડેલાભારે વરસાદ ને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વીજળી,રસ્તા,પર પ્રભાવિત થતા હાલાકી પડી રહી છે અહીં પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં સોમવારે પડેલા દેમાર ૧ર ઈંચ તોફાની વરસાદ સાથે બીજા દિવસે મંગળવારે વધુ ૬ ઈંચ વરસાદ પડતા ર૪ કલાકમાં ૧૮ ઈંચ તોફાની વરસાદથી દ્વારકા બોટ માં ફેરવાયું હતું અને ભારે પવન અને વરસાદના કારણે દ્વારકાધીશ મંદિરનો સોપારી ના લાકડા માંથી બનેલો ધ્વજાજી દંડ ખંડિત થવાની ઘટના બની છે.વરસાદ ની સ્થિતિ હળવી થતા નવો દંડ શાસ્ત્રોકત વિધિ થી ચડાવવા માં આવશે , અગાઉ પણ કંડલા માં આવેલ વાવાઝોડા વખતે ધ્વજાજી દંડ ખંડિત થવાની ઘટના બની હતી. દ્વારકા માં પડેલા ૧૮ ઈંચ વરસાદ ને કારણે જળબંબાકાર ની સ્થિતિ ઉભી થઇ છે અને અહીંના ઈસ્કોન ગેઈટ પ્રવેશદ્વાર, રબારી ગેઈટ, ભદ્રકાલી ચોક સહિત મુખ્ય માર્ગો પર કમરડૂબ પાણી ભરાતા રસ્તા બ્લોક થઈ ગયા હતા. શહેરનો અર્ધા ભાગ વિખૂટો પડી ગયો હતો. જીસ્વાન, મોબાઈલ ટાવર અને વીજ પુરવઠામાં વિક્ષેપ પડયો હતો. તાલુકાના ભીમગજા તથા મીઠીપરા સહિતના ડેમો, તળાવો, ઓવરફલો થયા હતા.
આ વિસ્તારમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાઈ ગયો હતો. દરિયામાં દસથીપંદર ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા.
ભારે વરસાદના લીધે દરિયામાં દેખાવાનું બંધ થઈ ગયું હતુ. ત્રણ દિવસ વારંવાર વીજળી ગુલ થવાના કારણે બેંકોના વહીવટ ઠપ્પ થઈ ગયા હતા. મોબાઈલ માં ઈન્ટરનેટ ખોરવતા લોકો સંપર્ક વિહોણા બન્યા હતા. જામનગર-દ્વારકા હાઈવે બંધ થઈ ગયો હતો. ત્રણથીછ કિમી સુધી વાહનોની લાઈનો લાગી ગઈ છે.
