રાજ્યસભાની ચૂંટણી વખત માં ભારે ચર્ચામાં રહેલા બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા એ આડકતરી રીતે ભાજપને સમર્થન કરવાની ઘટના બાદ નર્મદા અને ભરૂચ મતવિસ્તારમાં આદિવાસીઓ રોષે ભરાયાં છે કેમકે, આદિવાસીઓની અનેક સમસ્યા વણઉકેલાયેલી હોવા છતાંય બીટીપીએ ભાજપ ને ચૂંટણી દરમ્યાન ફાયદો કરાવી આપતા સ્થાનિક લોકો માં નારાજગી પ્રસરી છે.પરિણામે છોટુ વસાવા એ પોતાના જીવ ને જોખમ હોવાનું જણાવી રક્ષણ આપવાની માંગણી કરી છે.
કોંગ્રેસ પણ નર્મદા અને ભરૂચમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ હવે બીટીપી સાથેનુ ગઠબંધન તોડવાના મૂડમાં છે. કોંગ્રેસના ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો આ અંગે રજૂઆત કરી ચૂક્યાં છે. સંજોગો વચ્ચે બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ રાજ્યપાલને પત્ર લખીને પોલીસ રક્ષણની માંગ કરી છે. ધારાસભ્ય છોટુ વસાવાએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પત્ર લખી એવી દહેશત વ્યક્ત કરી છેકે, બીટીપીએ અનુસુચિ 5 માટે માંગ કરી છે.
આદિવાસીઓના સંવિધાન હક્કોની અમલવારી ન થતાં રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો.છેલ્લા કેટલાંય વર્ષથી સામાજીક ન્યાય મુદ્દે અમે અવાજ ઉઠાવી રહ્યાં છીએ.રાષ્ટ્રમાં શાંતિનો માહોલ જરૂરી છે આજે વર્ગવિગ્રહનો માહોલ છે.કેટલાંકને શાંતિ પસંદ નથી. ભૂતકાળમાં પોલીસ અને અસામાજીક તત્વોએ નકલી એન્કાઉન્ટર કરવાનું ય ષડયંત્ર ઘડયુ હતું. આ પરિસ્થિતીને જોતાં પોલીસ રક્ષણ આપવા માંગણી કરી છે. આમ રાજ્યસભાની ચૂંટણી બાદ છોટુ વસાવા ઉપર ચારે તરફ થી વિરોધ વંટોળ ઉઠતા તેઓ મુસીબત માં ફસાયા છે અને પોતાનો જીવ જોખમ માં હોવાનું જણાવી રહયા છે.
