વિધાનસભાની ચુંટણીઓ અગાઉ ઘણા કોંગીજનો ભાજપમાં ગોઠવાઈ ગયા છે અને મોજ કરી રહયા છે ત્યારે હાર્દિક પટેલ બાદ હવે તેમની નજીક ગણાતા લલિત વસોયા પણ ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે છેલ્લા બે-ત્રણ દિવસથી ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસના તમામ ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાની વાતે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે, ધારાસભ્ય કોંગ્રેસનો પંજો છોડીને કેસરિયો ધારણ કરશે તેવી વાતો વહેતી થઇ છે.જોકે,આવી વાતો ઉડતા ધારાસભ્યએ આ વાતનો રદિયો આપ્યો છે અને તેવું કાંઈ નથી તેમ કહી વાત ઉડાવી રહયા છે પણ મનાઈ રહ્યુ છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.
ધારાસભ્ય વસોયા હાર્દિક પટેલના નજીકના વ્યક્તિ મનાય છે ત્યારે જોવું રહ્યું હવે વસોયા આગામી સમયમાં શુ નિર્ણય કરે છે.
ઉલ્લેખનીય છે કે લલિત વસોયા હાર્દિક પટેલ જૂથના છે. આથી લલિત વસોયા પણ આવું કરી શકે તેવી ચર્ચા હતી. લલિત વસોયાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે, “એવું કંઈ નથી. હું કોઈ કોંગ્રેસ છોડી રહ્યો નથી.” કોઈ મને બદનામ કરવા માટે જાણી જોઈને આવા સ્ક્રીન શૉટ્સ ફરતા કરી રહ્યું છે. જો આમાંથી કોઈ વાત સાચી હશે તો હું શપથ લઉં છું કે હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ. મને બદનામ કરવા માટે આ માત્ર અફવા છે.
