ગાંધીનગરઃ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ જન્મજાત SSM-1 તરીકે ઓળખાતી ગંભીર બિમારીથી પીડિત છે. આ બિમારી રંગસૂત્ર-5 નાળીમાં ખામીને કારણે થાય છે અને આ બિમારીના ઇલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર હોય હાલમાં સમગ્ર દેશમાંથી ધૈર્યરાજ સિંહને આર્થિક મદદ માટે માતાપિતા દ્વારા અપીલ કરવામાં આવી હતી.જેના થકી અત્યાર સુધીમાં ઘણા લોકોએ મદદ કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં ધૈર્યરાજ સિંહ રાઠોડમાટે અત્યાર સુધી 10 કરોડ રૂપિયા એકત્રીત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આ બાળક અત્યંત ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે. અને તેના માટે એક ઈન્જેક્શનની કિમત અંદાજીત 16 કરોડ રૂપિયા છે. ત્યારે રાજ્ય સરકારે ગંભીર બિમારીથી પીડાતા ધૈર્યરાજ સિંહ માટે સરકારે 10 લાખ રૂપિયાની સહાય મંજૂર કરી છે.